શિક્ષણ વિશ્વમાં કોઈ જ્ઞાન પિપાસુ મહાવિદ્વાન, વિદ્યાજનને એવી કોઈ
અપશુકનીયાળ પળે એક વધારે વિષય 'અંગ્રેજી' ભાષાને શિક્ષણમાં ઉમેરવાનો વિચાર આવ્યો, ને તે જ
દિવસથી શિક્ષણની પરિભાષા બદલાઈ ગઈ, મંગળની ગ્રહદશા બેઠી જે
આજ સુધી ચાલૂ છે.
શિક્ષણને સંઘર્ષ માની ઘણી જ મુશ્કેલીથી ભણતરનાં ગુચવાડાને ઉકેલતા નાના બાળકો તરફ તો કદાચ લોકોને કરુણા ઉપજે પણ આવી કરુણ સ્થિતિ કોલેજના વિધાર્થીઓ સાથે થાય ત્યારે એ વાત કોઈ માનશે ખરું?! તમને આશ્ચર્ય થશે પરંતુ ખરેખર અનુભવથી કહું છું આ પણ શક્ય છે!!
મેં કોલેજ માં પ્રવેશ મેળવ્યો ત્યારે 'આકાશવાણી' તો નહિ પરંતુ કદાચ દૈવી ઈચ્છાથી જરૂર, 'અંગ્રેજી' ને મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો. શાળાના બિચારી બિલાડી જેવા અંગ્રેજી વિષયે કોલેજમાં વાઘનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય અને ત્રાટકવાની તૈયારી કરતો હોય.
કોલેજનો પ્રથમ દિવસ,
પ્રથમ વર્ગ અંગ્રેજીનો. (થઈ રહ્યું !!!) જયારે અંગ્રજીનો પહેલો વર્ગ ભર્યો ત્યારે તો
ભારે કરી!! પહેલી વાર પ્રાધ્યાપકોને કડકડાટ અંગ્રેજી બોલતા સાંભળ્યા ત્યારે 'આવું અંગ્રેજી હોય !??' એવું લાગ્યું. એમાયે વળી પ્રાધ્યાપકે તો અંગ્રેજીમાં સવાલો પૂછવાનું શરુ
કર્યાં ત્યારે તો બધાને લાગ્યું જ હશે કે, 'આપણું તો આવી જ
બન્યું.' એટલામાં
મારો વારો પણ આવી ગયો. પ્રાધ્યાપકે મને પ્રશ્ન પૂછવાનું શરુ કર્યું, 'what
is your name ?' આટલો સાદો પ્રશ્ન પણ અંગ્રેજ જેવી ઝડપથી પૂછ્યો કે
મને પહેલા શબ્દ સિવાય કંઈ જ ન સમજાયું !! ત્રણ વખત શું-શું કરીને મેં સામો પ્રશ્ન
પૂછ્યો ત્યારે મને આ ચાર શબ્દનો પ્રશ્ન સમજાયો. મને થયું, હાશ,
હવે મારો વારો પૂરો, પણ તેમણે તો બીજો પ્રશ્ન
પૂછ્યો 'How many marks you have got in 12th examination ? આવડો મોટો પ્રશ્ન મને કેમ સમજાયો
હશે એ તમને જ નહીં સમજાતું હોય!!!!, પણ માંડ માંડ કરીને મેં એ
પ્રશ્ન મારા મનમાં ગોઠવ્યો ને પછી તાળો મેળવીને જેમતેમ ગોટા વાળી જવાબ આપ્યો (એ
પ્રાધ્યાપકને સમજાયો હશે ??!!) આવું ફક્ત મારી સાથે જ નહીં
ઘણાંની સાથે બન્યું હશે. (એ પણ પહેલા જ દિવસે.)
બીજા દિવસે બીતાં બીતાં બધાએ અંગ્રેજીના વર્ગમાં પગ મુક્યો. બધાના મનમાં તો એમ જ કે, 'આજે તો સારું, સાહેબ કઇ પૂછશે તો નહીં.' એમ થોડાક મનમાં મલકાતા મલકાતા બધા વર્ગમાં ભણવા (??) માટે બેઠા. પણ બીજા દિવસની ઘટના તો એનાથી પણ ચડિયાતી નીકળી. પ્રાધ્યાપકે તો વિષયના અનુસંધાનમાં લખાવવાનું શરુ કર્યું. ત્યારે બધાને લાગ્યું જ હશે કે 'આ તો ઊલમાંથી ચૂલમાં !!!!' પ્રાધ્યાપક બોલતા ગયા અને અમે લખતા ગયા... એ પેલ્લી વારનું અમારું 'અંગ્રેજી' લખાણ ?! પેહલા તો ઘણાએ બરાબર, સારા અક્ષરે 'અંગ્રેજી'માં લખ્યું, પરંતુ ઘણાને એ દુર્લભ હતું એટલે તેઓએ બીજી 'સ્વ' અંગ્રેજી ભાષા વિકસાવી લીધી. તેઓએ અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ લખવાને બદલે અંગ્રેજી ઉચ્ચારો ગુજરાતીમાં લખવાના શરુ કરી દીધા. જેમકે, 'શેક્સપિયર ઈઝ ધ ગ્રેટ ડ્રામેટીસ્ટ. હી લુક્ડ લાઇક....'
લખવાનું પૂરું થયું, બધાને હાશ થઈ, પણ આ શું?! હવે??!! પ્રધાપકે તો બધાનું લખાણ જોવાનું શરુ કર્યું !!! મારા સદનસીબે મેં 'સ્વ' અંગ્રેજી ભાષા નહોતી લખી પણ બીજાના મોઢા ત્યારે જોવા જેવા હતા. તેમના વધી ગયેલા ધબકારાઓ આખા વર્ગમાં ગુંજતા હતા.
પ્રાધ્યાપકે જ્યારે જોયું ત્યારે બે વખત તો ચશ્માંને બરાબર કાઢીને પેહરી જોયા. હું પુરા વિશ્વાસથી કહું છું કે એમણે યાદ કરતા કરતા એવું જ વિચાર્યું હશે કે, 'મેં આવું ક્યારે લખાવ્યું?!! આવું 'અંગ્રેજી' હોય ???!!!' અને એ વિધાર્થીઓની અવર્ણનીય સ્થિતિ વિષે તો તમે પહેલે થી કલ્પના કરી જ લીધી હશે. અને હું ત્યારે મને સૂજેલી સદબુદ્ધિ માટે ભગવાનનો આભાર માનતી હતી.
આ રીતે કોલેજમાં પેહલા વરસની શરૂઆત જ આવી જોરદાર રીતે થઈ હોય તો પછી આગળ અંગ્રેજી વિષયે કેવી કેવી ઉથલ-પાથલ કરી હશે એ કથા કેટલી રસપ્રદ (કે હાસ્યાસ્પદ) હશે!?!!...
This article will be continued after readers response.
અંગ્રેજીનાં (અ)ખતરા !!! ---2

No comments:
Post a Comment