અંગ્રેજીનાં (અ)ખતરા !!! ---2
(My experiences of college)
અંગ્રેજીનાં (અ)ખતરા !!! ---1
...Continued...
ગુજરાતી માધ્યમમાંથી આવતા મારા જેવા અંગ્રેજીના નવાસવા નિશાળીયાઓને તો અંગ્રેજી વિષય પનોતી જ લાગે. પણ એમાં અમારોય વાંક નથી. અંગ્રેજી ભાષા છે જ એવી અટપટી અને અડવીત્રી. એમાં વળી ચાર તો એ-બી-સી-ડી આવે !ક્યા અક્ષર કઈ એ-બી-સી-ડીના છે ને ક્યાં લખવા એ જ ખબર ન પડે !?! વળી ચારે એ-બી-સી-ડી ના અક્ષરો ભેગા થાય એટલે ગોટાળા શરુ !!! p-q, b-p, b-d, m-w, f-t બધા ભેગા થઈને આપણી સામે જાણે ભૂલ-ભુલામણીનો ચક્રવ્યૂહ રચતા હોય એવું લાગે !?! બધા સાથે ભેગા મળીને જાણે યોગના આસન કરતા હોય એવું જ જોય લ્યો ! ઘડીક શીર્ષાસન કરે, ઘડીક સીધા થાય. ને એમ કરી જાણે 'બોલો હું કોણ' નું ઉખાણું પુછાતા હોય એવું લાગે! અને અમે પણ એના ઉખાણા થી માથું ખંજવાળતા થાય જઈએ.
એમાયે કોલેજમાં તો અંગ્રેજી ભાષાનું સમૂળગું પરિવર્તન થઈ ગયું હોય. ક્યારેક તો તેનાં અક્ષરો એવા રંગ બદલે કે એનું મૂળ સ્વરૂપ (સાચું ઉચ્ચારણ ) કયું એ જ ખબર ન પડે !!?!હવે chorus ને ચોરસ વાંચવું કે કોરસ એ જ ન સમજાય. આની જેવા શબ્દો નું પેહલા શીખેલી વિદ્યા પ્રમાણે ઉચ્ચારણ કરવા જઈએ તો તો કંઈક ઊંધુ જ થાય. એટલે અમે એ બધી શીખેલી વિદ્યાઓને બાજુ પર રાખી, એટલું શીખીએ કે અંગ્રેજી વિષયનો ક્યારેય ભરોસો ન કરવો. એના અક્ષરો ને શબ્દો આપણી સાથે ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે!!!
અંગ્રેજી ભાષાના આવા હઠીલા અને મરજી મુજબ વર્તનારા અક્ષરો ને શબ્દો સામે અમે નાત મસ્તકે, વિના શરતે હાર કબુલી લઈએ. વળી ભૂલથી ક્યારેક Dictionary ખોલાય જાય તો તો આવી જ બન્યું!?! બધા શબ્દો આપણી સામે Dictionary ખોલવાનો બદલો લેતા હોય તેમ એક શબ્દને સમજવાના બદલામાં દસ વણઉકેલ્યા શબ્દો આપણી સામે મૂકી દે. ને પછી જાણે અટ્ટહાસ્ય કરતા હોય તેવું જ લાગે.
પહેલા જ વરસે આવા એક ગૂઢ શબ્દ સાથે મારો સામનો થયો. એ રહસ્યમય શબ્દ હતો - 'Champagne' . એનું સાચું ઉચ્ચારણ તો બહુ મોડેકથી, માંડ માંડ આવડ્યું. પણ પછી મેં મારા આ જ્ઞાનનો ખરેખરો લાભ ઉઠાવ્યો. આ શબ્દ મેં મારા બધા મિત્રોને વંચાવ્યો, ને તેમના જુદા-જુદા સ્વરચિત ઉચ્ચારણો સાંભળી મોજ ઉઠાવી. અને આ રીતે આ શબ્દને ત્યારે મેં ઘણી પ્રસિદ્ધિ અપાવી.
આગળ જતાં તો ભણવાનું એથીયે અઘરું બનતું ગયું ને નવા નવા શબ્દો મારા દુશ્મન બનતા ગયા...ફરી મારો પનારો એક મોટા શબ્દ સાથે પડ્યો. 'Nibelungenlied' એક તો વાંચતા એટલી વાર થાય ને હજી પહેલેથી વાંચીને છેલ્લે પહોંચું ત્યાં આગળના અક્ષરોનું ઉચ્ચારણ ભૂલાય જાય. એથી આખા શબ્દનું ઉચ્ચારણ તો હજી આવડ્યું જ નથી.( એટલે તો લખ્યું પણ નથી!!) આવા તો ઘણા શબ્દો હશે જેણે મને ખુબ પજવી છે.
અરે! ખાલી શબ્દો જ કેમ, અંગ્રેજીમાં નામ પણ કેવા વિચિત્ર! નામ વાંચતા વાંચતા તો વ્યક્તિ જ ભૂલાય જાય, એવડા મોટા નામ!!! અને એ નામને પહેલી નજરે વાંચતા એની આગળ He લખવું કે She એની ગુંચવણ ઊભી થાય અને એ વિષે લાંબુ ચિંતન કરવું પડે!??!
...To be continued...
Suggestions and responses are welcomed...
No comments:
Post a Comment